પાટણમાં 25મી વાર્ષિક સભા તથા પાક પરિસંવાદ-વ–સહકાર સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ ખાતે ધી પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ લિ.ની 25મી વાર્ષિક સાધારણ સભા તથા પાક પરિસંવાદ વ – સહકાર સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ
પાટણમાં 25મી વાર્ષિક સભા તથા પાક પરિસંવાદ - વ – સહકાર સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું


પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ ખાતે ધી પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ લિ.ની 25મી વાર્ષિક સાધારણ સભા તથા પાક પરિસંવાદ વ – સહકાર સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સહકારી માળખું, પ્રાકૃતિક ખેતી અને ખેતીના વ્યાપ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કેબિનેટ મંત્રી બળવંતસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સહકારી માળખું વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે અને તે દેશના જીડીપી તેમજ રોજગારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે અને ગૃહ મંત્રીના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્ર માટે નવો વિકાસ રોડમેપ તૈયાર થશે. તેમણે ઉમેર્યું કે, આવતા સમયમાં ઉત્તર ગુજરાતમાં અનેક એગ્રો પાર્કોની સ્થાપના થશે, જેનો લાભ પાટણ અને આસપાસના ખેડૂતોને મળશે.

આ પ્રસંગે પાટણ-સિદ્ધપુર એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ઇફ્કોના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande