પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.)કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદર શહેરના સુતારવાડા વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક વ્યવસાયો અને વેપારીઓ સાથે સીધી મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વ્યાપારીઓને સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોને સ્થાનિક અને આત્મનિર્ભર ઉત્પાદનો તરફ દોરી જાય તેવી કામગીરી કરવા દેશી ઢોલ અને શરણાઈના સૂરે અપીલ કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ આ કાર્યક્રમને વધુ સક્રિય બનાવવા માટે પોતાના હસ્તે “ગર્વ સે સ્વદેશી” અને જીએસટી રિફોર્મ 2025 સંબંધિત પોસ્ટર લગાવી, જે દ્વારા સ્થાનિકોને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે જાગૃત કર્યા હતા.આ જાગૃતતા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા,પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, અગ્રણી સર્વ અશોક મોઢા અને સ્થાનિકો વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya