નવરાત્રિમાં વેશભૂષાનો રંગીન ઠાટ, પરંપરા અને આધુનિકતાનું સંગમ
મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણાના પ્રાર્થના પરિસર સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવ આ વર્ષે અનોખો બની રહ્યો, કારણ કે અહીં વેશભૂષા કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના ભૂલકાંઓથી લઈને વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ
નવરાત્રિમાં વેશભૂષાનો રંગીન ઠાટ, પરંપરા અને આધુનિકતાનું સંગમ


નવરાત્રિમાં વેશભૂષાનો રંગીન ઠાટ, પરંપરા અને આધુનિકતાનું સંગમ


નવરાત્રિમાં વેશભૂષાનો રંગીન ઠાટ, પરંપરા અને આધુનિકતાનું સંગમ


મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણાના પ્રાર્થના પરિસર સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવ આ વર્ષે અનોખો બની રહ્યો, કારણ કે અહીં વેશભૂષા કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના ભૂલકાંઓથી લઈને વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત વસ્ત્રો સાથે અવનવી વેશભૂષા ધારણ કરીને સૌએ ગરબે ઘૂમતા અનોખો રંગ ભરી દીધો હતો.

વિશેષતા એ રહી કે ખેલૈયાઓએ માત્ર શણગાર અને સુંદરતા પર જ ભાર મૂક્યો નહોતો, પરંતુ વિવિધ સામાજિક સંદેશાઓને પણ પોતાની વેશભૂષા દ્વારા રજૂ કર્યા હતા, જે સૌનું ધ્યાન ખેંચી લેતા હતા. નાના બાળકોની નિર્દોષ સ્મિતથી માંડીને યુવાનોની સર્જનાત્મકતા અને વડીલોનો ઉત્સાહ – સૌએ આ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.

વડીલોએ પણ પરંપરાનું જીવંત પ્રતિબિંબ રજૂ કર્યું હતું. કેટલાક લોકોએ રાધા-કૃષ્ણ અને શિવ-પાર્વતી જેવા પૌરાણિક પાત્રોના વેશ ધારણ કર્યા, તો કેટલાકે જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતા પોશાકો પહેરીને સૌને પ્રભાવિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પરંપરા અને આધુનિકતાનું અદભૂત સંગમ જોવા મળ્યું, જે નવરાત્રિના ઉત્સવને વધુ રંગીન અને અર્થસભર બનાવી ગયું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande