કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો.
પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના આહ્વાનને પ્રેરણા રૂપ માનીને પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સખી મેળો-2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય કેબિનેટ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો.

પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના આહ્વાનને પ્રેરણા રૂપ માનીને પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સખી મેળો-2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદર સાંસદ ડૉ. મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.26 થી 30 સપ્ટેમ્બરસુધી ચાલનારા આ મેળામાં પોરબંદર જિલ્લાના વિવિધ સખી મંડળોની બહેનો દ્વારા સ્વદેશી કળા, હસ્તકલા તથા પરંપરાગત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મેળાનો હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપી સ્વદેશી પ્રત્યે આકર્ષણ વધારવાનો છે. સાથે સાથે મહિલાઓને આત્મનિર્ભરતા તરફ દોરી જવા માટે આ મેળો એક મજબૂત મંચરૂપ બની રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મેળાની મુલાકાત લઈ વિવિધ સ્ટોલ પર બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, જિલ્લા કલેક્ટર એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, નાયબ મ્યુ કમિશનર હર્ષ પટેલ,નાયબ મ્યુ કમિશનર મનન ચતુર્વેદી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા,જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી,અગ્રણી અશોક મોઢા તેમજ મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના કર્મચારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande