મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): વિસનગરમાં જૂની અદાવતને કારણે એક યુવક પર ત્રાસદાયક હુમલો થયો છે. લાવારીસ બસ સ્ટેશન પાસે બોલાવીને ત્રણ શખ્સોએ યુવક પર ધોકા અને ગડદાપાટુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકના પગના ઢીંચણના ભાગે ગંભીર ઈજા થવાથી ફ્રેક્ચર થયું હતું. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
માહિતી મુજબ, શહેરના ભક્તોના વાસ વિસ્તારમાં રહેતા સુરેશજી ભુપતજી ઠાકોર અને રાહુલ ઉર્ફ રિયામાસી રમણભાઈ રાવળ વચ્ચે અગાઉથી ઝઘડો ચાલતો હતો. બંને વચ્ચેની મારામારીનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ જૂની અદાવતને કારણે જ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટના અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવથી શહેરમાં ચકચાર મચી ગઈ છે અને લોકોએ આવા હિંસક બનાવોને અટકાવવા કડક પોલીસ પગલાંની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR