સૂરતમાંથી કરુણ ઘટના: 26 વર્ષીય યુવતીએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં આત્મહત્યા કરી
સુરત, 27 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરમાંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં શનિવારે સવારે 26 વર્ષીય યુવતી ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. સવારે મૃતદેહ જોવા મળતા હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મુજબ, મૃતક યુ
સૂરતમાંથી કરુણ ઘટના: 26 વર્ષીય યુવતીએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં આત્મહત્યા કરી


સુરત, 27 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરમાંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં શનિવારે સવારે 26 વર્ષીય યુવતી ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. સવારે મૃતદેહ જોવા મળતા હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.

માહિતી મુજબ, મૃતક યુવતી લગભગ 10 દિવસ પહેલાં હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તે સમયે તે ગર્ભવતી હતી અને બાળકને જન્મ આપ્યા બાદ અચાનક જ ગાયબ થઈ ગઈ હતી. પરિવારજનો તેની સતત શોધખોળ કરી રહ્યા હતા. જોકે આજે સવારે જ હોસ્પિટલના પરિસરમાં તેનું લટકતું મરણ પામેલું શરીર મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

પોલીસે મૃતક યુવતીની ઓળખ પૂજા કુશવાહ તરીકે કરી છે. જાણકારી મુજબ, તેણે જન્મ આપેલું બાળક હાલમાં ગંભીર રીતે બીમાર છે અને વેન્ટિલેટર પર છે. માતાના મોત બાદ પરિજનોમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા.હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધો છે અને આત્મહત્યાના સાચા કારણોને લઈને તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande