પાટણની સુકેતુ સોસાયટીમાં 108 દીવડાની ભક્તિમય મહાઆરતી
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરની સુકેતુ સોસાયટીમાં નવરાત્રી પર્વ નિમિત્તે ભક્તિમય માહોલ છવાયો છે. સોસાયટીના રહીશો દ્વારા ખૂબ ઉમંગ અને ઉત્સાહથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે પાંચમના દિવસે સોસાયટીના ચોકમાં 108
સુકેતુ સોસાયટીમાં 108 દીવડાની ભક્તિમય મહાઆરતી


પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરની સુકેતુ સોસાયટીમાં નવરાત્રી પર્વ નિમિત્તે ભક્તિમય માહોલ છવાયો છે. સોસાયટીના રહીશો દ્વારા ખૂબ ઉમંગ અને ઉત્સાહથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે.

નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે પાંચમના દિવસે સોસાયટીના ચોકમાં 108 દીવડાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ અવસર પર રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને એકતાઓ ભરી હાજરી નોંધાવી હતી.

મહાઆરતી દરમિયાન સોસાયટીમાં માતાજી પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધાનો ભાવ ઉમટી પડ્યો હતો. લોકોએ સમૂહમાં માતાજીની આરાધના કરી અને ભવ્ય મહાઆરતીનો લાભ લઈ ભક્તિમય વાતાવરણમાં તહેવારની મહેમાનગતિ માણી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande