શ્રી વિહાર સોસાયટીમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓની પહેલીવાર ધાર્મિક પૂજન ઉજવણી
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના કેનાલ રોડ પર આવેલી શ્રી વિહાર સોસાયટીમાં આ વર્ષે પ્રથમ વખત નવદુર્ગા પૂજનનું ખાસ આયોજન થયું. નાની બાળાઓને માતાજીના નવ સ્વરૂપોમાં સજવવામાં આવીને આ અનોખો તહેવાર ઉજવાયો. માતાજીનું સ્વરૂપ ધારણ કરેલી બાળાઓ ગરબાના મેદાનમા
શ્રી વિહાર સોસાયટીમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓની પહેલીવાર ધાર્મિક પૂજન ઉજવણી


પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના કેનાલ રોડ પર આવેલી શ્રી વિહાર સોસાયટીમાં આ વર્ષે પ્રથમ વખત નવદુર્ગા પૂજનનું ખાસ આયોજન થયું. નાની બાળાઓને માતાજીના નવ સ્વરૂપોમાં સજવવામાં આવીને આ અનોખો તહેવાર ઉજવાયો.

માતાજીનું સ્વરૂપ ધારણ કરેલી બાળાઓ ગરબાના મેદાનમાં પ્રવેશીને ગરબા રમીને આખા પરિસરનું વાતાવરણ ધાર્મિક બનાવી દીધું. આ દૃશ્ય સોસાયટીના રહીશો માટે વિશેષ આકર્ષણ બન્યું.

સોસાયટીના આગેવાનોનું કહેવું છે કે આ પ્રકારની પરંપરા બાળકોમાં સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યોનું સિંચન કરશે. શ્રી વિહાર સોસાયટીની આ પહેલ પરંપરાગત ગરબા ઉત્સવને એક નવો ધાર્મિક આયામ આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande