પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): સિદ્ધપુરમાં બેફામ કાર ચાલકે કૈલાશકુમાર બાબુલાલ ગાડલીયાની દીકરી રવિનાકુમારીને ઇકો કાર (નં. જી.જે. 05 આર એફ 6952) વડે ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં રવિનાકુમારીને માથા અને પગ ઉપર ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
ટક્કર મારીનારા કાર ચાલકે ઘટનાસ્થળે પોતાની ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો. સિદ્ધપુર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટનામાં એમ.વી. એક્ટ કલમ 177, 184, 134 અને બી.એન.એસ કલમ 106(1), 281 હેઠળ કાયદેસરનો ગુનો નોંધાયો છે. સિદ્ધપુર પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે તાકીદની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ