ધારપુર મેડિકલ કોલેજ રેગિંગ કેસ: કોર્ટે બે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી
પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગ કેસમાં મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. પાટણની સેશન કોર્ટના ન્યાયાધીશ એમ.એ. શેખે આરોપી પટેલ અવધેશ અને હિરેન પ્રજાપતિની કેસમાંથી મુક્તિ મેળવવા માટે કરેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે
ધારપુર મેડિકલ કોલેજ રેગિંગ કેસ: કોર્ટે બે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી, તમામ સામે કાર્યવાહી આગળ વધશે


પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગ કેસમાં મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. પાટણની સેશન કોર્ટના ન્યાયાધીશ એમ.એ. શેખે આરોપી પટેલ અવધેશ અને હિરેન પ્રજાપતિની કેસમાંથી મુક્તિ મેળવવા માટે કરેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.

આ રેગિંગ કેસમાં કુલ 15 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય બારોટે આરોપીઓ વિરુદ્ધ પુરાવા અને દલીલો રજૂ કરી હતી, જેને આધારે કોર્ટે અરજી નકારી કાઢી છે. હવે આ કેસમાં તમામ 15 આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે. આ નિર્ણય સાથે કેસની કાનૂની કાર્યવાહી વધુ ઝડપથી આગળ વધશે અને આરોપીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande