પાટણ-ચાણસ્મા હાઇવે પર ભીષણ અકસ્માત: 4 વર્ષના બાળકનુ સારવાર દરમ્યાન કરૂણ મોત
પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): ગઇકાલે બપોરે પાટણ-ચાણસ્મા હાઇવે પર પાટણ તાલુકાના રાજપુર અને ગદોસણ વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. એક ઇનોવા કારએ પાછળથી ઝડપે આવીને વેગનઆર કારને ટક્કર મારી હતી. અથડામણ એટલી ભારે હતી કે વેગનઆર કાર લગભગ 50 ફૂટ સુધી ઘસડાઈ ગઈ અને
પાટણ-ચાણસ્મા હાઇવે પર ભીષણ અકસ્માત: 4 વર્ષના બાળકનુ સારવાર દરમ્યાન કરૂણ મોત


પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): ગઇકાલે બપોરે પાટણ-ચાણસ્મા હાઇવે પર પાટણ તાલુકાના રાજપુર અને ગદોસણ વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. એક ઇનોવા કારએ પાછળથી ઝડપે આવીને વેગનઆર કારને ટક્કર મારી હતી. અથડામણ એટલી ભારે હતી કે વેગનઆર કાર લગભગ 50 ફૂટ સુધી ઘસડાઈ ગઈ અને અંતે રોડની સાઇડમાં ફંગોળાઈ હતી.

આ અકસ્માતમાં વેગનઆર કારમાં સવાર ગદોસણના રહેવાસી સચિન પટ્ટણી (ઉ.વ. 30), તેમની પત્ની મનીષાબેન અને ભાણી સંજનાને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. મનીષાબેનના ખોળામાં બેઠેલા તેમના 4 વર્ષના પુત્ર જીયાન્સને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

દુર્ભાગ્યવશ, ગંભીર ઇજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળક જીયાન્સનું કરૂણ મોત થયું હતું. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના પિતા સચિન પટ્ટણીએ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande