જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર નજીક દડીયામાં રહેતા સન્ની રાજેશભાઈ પાટડીયા નામના 25 વર્ષના યુવાને પોતાના મકાનના દરવાજામાં તોડફોડ કરી અંદાજે રૂપિયા 10,000નું નુકસાન પહોંચાડવા અંગે પાડોશમાં જ રહેતા રસીલાબેન કાથડભાઇ જાટીયા, ઉપરાંત તેના સાગરીત રાહુલભાઈ પરમાર, પરેશ ગોંડલીયા, રોહિત પાટડીયા અને રોનક મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.
મહિલા વિરુદ્ધ દારૂ સહિતની પ્રવૃત્તિ અંગે પોતે પોલીસને બાતમી આપે છે, તે શંકા વહેમ દર્શાવીને તમામ આરોપીઓએ ફરીયાદી યુવાનના ઘરની બહાર તોડફોડ કરી હતી. જે તોડફોડના સીસીટીવી કેમેરામાં ફૂટેજ આવી ગયા હતા. જેથી તમામ લોકોએ આવી મકાનની બહારના બે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ઉપરાંત તેના ફૂટેજ પોલીસમાં નહીં આપવા માટે ફરીયાદી યુવાનને ધાક ધમકી અપાઈ હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
પંચકોષી બી. ડિવિઝનના પી.આઈ. વીરેન રાઠોડ અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે, અને સીસીટીવીના ફુટેજ વગેરે મેળવવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt