જૂનાગઢ ખેલ મહાકુંભ-૨૦૨૫માં, ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ એ તા.૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવી
જુનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ગુજરાત સરકારશ્રીના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન હાથ ધરવામાં આવનાર
જૂનાગઢ ખેલ મહાકુંભ-૨૦૨૫માં, ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ એ તા.૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવી


જુનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

ગુજરાત સરકારશ્રીના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય કક્ષા,તાલુકા/ઝોનકક્ષા,જિલ્લા/ મહાનગરપાલિકાકક્ષા, ઝોન કક્ષા( ટીમ રમત) અને છેલ્લે રાજ્ય કક્ષા સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવનાર છે.

ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત શાળા કક્ષાએ અં-૯,અં-૧૧,અ;-૧૪ અને અં-૧૭ વય જૂથમાં ખેલ મહાકુંભની એથલેટીકસ તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.

જે માટે વેબસાઈટ www.https://khelmahakumbh.gujarat.gov.in પરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન ની છેલ્લી તા.૨૨/૯/૨૦૨૫ સાંજે ૬ સુધીનો રહેશે.અં-૧૧,અં-૧૪,અં-૧૭ તથા ઓપન એઈજ (સિનિયર) ગૃપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ એ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન તથા અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામની સ્કૂલ/હાઈસ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિજેતા ખેલાડીઓને તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ ઈનામ સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૭૪૬૧૫૧ પર ( સવારના ૧૦-૩૦ થી સાંજના ૬-૧૦) પર સંપર્ક કરવાનો રહેશે. એમ જિલ્લા રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande