જૂનાગઢ, 3 સપ્ટેમ્બર (હિ.સ.) ખરીફ પાકો માટે હાલમાં ટેકાના ભાવે ખરીદી માટેની રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ભારત સરકારશ્રીના નિયંત્રણ હેઠળના નાફેડ દ્વારા ઈ-સમૃદ્ધિ પોર્ટલ ઉપર તારીખ ૦૧-૦૯-૨૦૨૫ થી શરૂ થયેલ છે. ખેડૂતો ખરીફ પાકો ટેકાના ભાવે ખરીદી માટે આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.
પોર્ટલ માં એક સાથે VCE મારફત ખેડૂતોનું વધુ પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરવાથી તેનું પોર્ટલ ઉપર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયેલ. જેના માટે ભારત સરકારશ્રીના નિયંત્રણ હેઠળના નાફેડ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરાયેલ છે. ટેકાના ભાવે ખરીદી માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૧૫-૦૯-૨૦૨૫ સુધી ચાલનાર છે અને જરૂરિયાત જણાશે તો ત્યાર પછી પણ બાકી રહેલ ખેડૂતો માટે સમય મર્યાદા વધારવામાં આવશે જેથી ખેડૂતોએ બિનજરૂરી ધસારો કરવો નહીં અને ખેડૂતોના રજીસ્ટ્રેશન માટેનો પૂરતો સમય આપવામાં આવશે જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવી અને નોંધણીની વ્યવસ્થામાં સહકાર આપવા જૂનાગઢ જિલ્લા પંચાયત જિલ્લા ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ