જૂનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, દેશમાં દર વર્ષે બીજી સપ્ટેમ્બર ના રોજ “વિશ્વ નાળિયેર દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુસંધાને ૨ સપ્ટેમ્બર ૨૦૨૫ નારોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામે વર્ષ ૨૦૨૫ નો વિશ્વ નાળિયેર દિવસ”ની ઉજવણી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ નાળિયેર વિકાસ બોર્ડ, બાગાયતખાતુ અને ખેતીવાડી ખાતાના સંયુકત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા એ પ્રાસંગિક ઉદબોદ્ધન કરતા જણાવ્યુ હતું કે, માંગરોળ તાલુકામાં નાળિયેરનુંપુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે.
કલેકટરએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ખેડૂતોએ નાળિયેરમાં મુલ્ય વર્ધન કરી ખેતીમાં નવીનતમ અભિગમ અપનાવવા જોઈએ. તેમજ જૂનાગઢ જિલ્લ્લાના ખેડૂતોને અન્ય રાજ્ય જેવા કે કેરળ, તામિલનાડૂના પ્રવાસ કરાવી ત્યાંની નવીનતમ ટેક્નોલોજી અનેમુલ્યવર્ધન વિશે માર્ગદર્શન લઈ શકે તેવુ આયોજન કરવા નાળિયેરી વિકાસ બોર્ડને જણાવ્યુ હતુ.
વધુમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા નાળીયેરી પાકમાં મુલ્યવર્ધન અને નાળિયેરીમાં આધુનિક ખેતી પધ્ધતિ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતુ, તેમજ PMFME સંલગ્ન અધિકારી દ્વારા PMFME યોજના વિશે માર્ગદર્શન આપેલ હતુ. ઉપરાંત નાયબ નિયામકશ્રી(CDB) દ્વારા CDBની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
નાયબ બાગાયત નિયામક-જૂનાગઢ દ્વારા પણ નાળિયેરી અને અન્ય બાગાયતી પાકોમાં બાગાયત ખાતા દ્વારા અપાતી સહાય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. નાળિયેરી પાકના અભ્યાસુ નિષ્ણાતો એ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકાર માંગરોળ/કેશોદ, આસિસ્ટંટ કલેક્ટર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબનિયામક(નાળિયે ર વિકાસ બોર્ડ),નાયબ બાગાયત નિયામકશ્રી તેમજ જૂનાગઢ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ, PMFME તેમજ અન્ય સંસ્થાઓના અધિકારી/કર્મચારીઓએ ઉપસ્થિત રહયા હતા. નાળિયેરીનું ઉત્પાદન કરતા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ