જૂનાગઢ, 3 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, તાજેતરમાં માધ્યમોમાં આવેલ અજાબ ગામના ગૌચરની જમીનમાં મોરમ ચોરીના સમાચાર બાબતે જૂનાગઢ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા હકીકતલક્ષી અહેવાલ સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ સ્પષ્ટતા મુજબ કચેરીએ ટેલીફોનીક ફરિયાદ મુજબ કેશોદ તાલુકાના મોજે: અજાબ ગામે ગેરકાયદેસર ખનિજ ખોદકામ કરવામાં આવતું હોય તેવી ફરિયાદના આધારે કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ સમયે અજાબ ગામના સર્વે ૧૦૫ મો N 21, 263289, E 70.382289 G.P.S. કો-ઓર્ડીનેટવાળા સ્થળેથી એક જે.સી.બી. મશીન અને બે ટ્રેક્ટર મોરમ ખનીજનું ખનન/વહન કરતા હોવાનું જોવા મળ્યુ હતુ.
તપાસ ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવાની કામગીરી કરતા હતા. તે દરમિયાન તલાટી કમ મંત્રીશ્રી તથા સરપંચશ્રી તપાસ ટીમ સમક્ષ ગામ લોકો સાથે આવ્યા હતા. તપાસ ટીમ દ્વારા મોરમ ખનીજનું ખોદકામ બાબતે મંજુરી અંગેના આધારો માંગતા તેઓએ જણાવેલ કે માટી/મોરમ ગામના રોડ રસ્તા રીપેરીંગ કામ માટે લઇ જવામાં આવે છે.
તેમજ આ ખોદકામ બાબતે કોઈ પરમીટ કે મંજુરી લેવામાં આવેલ નથી અને ગામમાં ઠરાવ કરેલ છે તેવું જણાવેલ અને પત્ર રજુ કરેલ પરંતુ કાયદાકીય રીતે માટી/મોરમ ખનીજના ખોદકામ બાબતે પરમીટ/મંજુરી લેવાની રહેતી હોય, જે સદર કિસ્સામાં પરમીટ/મંજુરી લેવામાં આવેલ ન હોવાથી તપાસ ટીમ દ્વારા (૧) એક જે.સી.બી. મશીન નંબર પ્લેટ વગરનું (ચેસીસ નંબર HAR3DXSSA01883115, પીળા રંગનું), (૨) આઈસર કંપનીનું લાલ રંગનું ટ્રેક્ટર પ્લેટ નંબર વગરનું (ચેસીસ નંબર ૯૩૩૭૧૫૪૩૪૭૧૧), (૩) ટ્રેક્ટર નંબર GJ-11-C1-2659 સીઝ કરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અજાબ ખાતે સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રીની કસ્ટડી હેઠળ સીઝ કરી યથાવત સ્થિતિમાં જાળવી રાખવા સોંપવામાં આવેલ.
તેમજ તપાસ કામગીરીની ફોટોગ્રાફી પણ કરવામાં આવેલ છે. કેસની તપાસ ચાલુમાં છે તેમજ જવાબદાર વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જૂનાગઢ જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન, સંગ્રહ અટકાવવા કરવામાં આવેલ છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીને છેલ્લા ૩ વર્ષ દરમિયાન રૂ. ૫૬ કરોડ થી વધુની મહેસુલી આવક, જયારે ૫૪૮ કેસ માંથી રૂ. પ કરોડ થી વધુની વસૂલાત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ