ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો ૭૬ મો વન મહોત્સવ સામાજિક વનીકરણ રેન્જ, જૂનાગઢના માર્ગદર્શન મુજબ ઉજવવામાં આવશે. જે અંતર્ગત આવતીકાલે તારીખ ૦૩-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એન.બી.કાંબલીયા કન્યા વિદ્યાલય, જૂનાગઢ ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયાના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પ્રાસંગિક પ્રવચન, વૃક્ષારોપણ સહિત વૃક્ષ રથ એટલે કે ઓક્સિજન રથનું પણ આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે ૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, ગીર સોમનાથની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ