મહેસાણા પોલીસ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા માટે, રાત્રિ દરમ્યાન બેગ પર રિફ્લેક્ટર લગાવવાની અનોખી પહેલ
મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમ નિમિત્તે હજારો ભક્તો અંબાજી માતાના દર્શનાર્થે પદયાત્રા કરી માના ખોળે પહોંચે છે. યાત્રાધામ તરફ જતા માર્ગ પર રાત્રિના સમયે ટ્રાફિકનું ભારણ રહેતું હોવાથી પદયાત્રીઓની સુરક્ષા માટે મહેસાણા પોલીસ દ્વારા વિશેષ પગલાં
મહેસાણા પોલીસ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા માટે રાત્રિ દરમ્યાન બેગ પર રિફ્લેક્ટર લગાવવાની અનોખી પહેલ


મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.)

ભાદરવી પૂનમ નિમિત્તે હજારો ભક્તો અંબાજી માતાના દર્શનાર્થે પદયાત્રા કરી માના ખોળે પહોંચે છે. યાત્રાધામ તરફ જતા માર્ગ પર રાત્રિના સમયે ટ્રાફિકનું ભારણ રહેતું હોવાથી પદયાત્રીઓની સુરક્ષા માટે મહેસાણા પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા.

પોલીસે પદયાત્રીઓના બેગ પર રિફ્લેક્ટર લગાવવાની અનોખી કામગીરી હાથ ધરી. આ રિફ્લેક્ટર રાત્રિના અંધકારમાં વાહનોની હેડલાઈટ પડતા ચમકતા હોવાથી ડ્રાઇવરોને પદયાત્રીઓ દૂરથી જ દેખાઈ જાય છે અને અકસ્માત ટાળી શકાય છે. રાત્રિ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

મહેસાણા પોલીસના અધિકારીઓ તથા સ્ટાફે સ્વયં પદયાત્રીઓની વચ્ચે જઈ બેગ પર રિફ્લેક્ટર લગાવ્યા અને તેમને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા. સાથે સાથે યાત્રિકોને રોડ ક્રોસ કરતી વખતે સાવચેતી રાખવા તથા જૂથમાં ચાલવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande