પાદરડી ગામે યુવાન પર હુમલો કરનાર 3 લોકો ઝડપાયા.
પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પાદરડીમાં યુવાન ઉપર ખુની હુમલો કરવાના ગુન્હામાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા છે. રાણાવાવ પોલીસે રી-કન્સ્ટ્રકશન પંચનામુ કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.પાદરડીના પ્લોટમાં રહેતા કારા જેઠા ઓડેદરા નામના 45 વર્ષના યુવાનની હત્યાની
પાદરડી ગામે યુવાન પર હુમલો કરનાર 3 લોકો ઝડપાયા.


પાદરડી ગામે યુવાન પર હુમલો કરનાર 3 લોકો ઝડપાયા.


પાદરડી ગામે યુવાન પર હુમલો કરનાર 3 લોકો ઝડપાયા.


પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પાદરડીમાં યુવાન ઉપર ખુની હુમલો કરવાના ગુન્હામાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા છે. રાણાવાવ પોલીસે રી-કન્સ્ટ્રકશન પંચનામુ કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.પાદરડીના પ્લોટમાં રહેતા કારા જેઠા ઓડેદરા નામના 45 વર્ષના યુવાનની હત્યાની કોશિશનો ગુન્હો દાખલ થયો હતો જેમાં કારો બાઇક લઈને નીકળ્યો ત્યારે યુટીલીટીમાં આવી પહોંચેલા મુંજા અરભમ કુછડીયા, વિજય મુંજા કુછડીયા અને રામા વિસા કુછડીયાએ ઘાતક હુમલો કર્યો હતો. સૌપ્રથમ યુટીલીટી તેના બાઇક ઉપર ચડાવીને ઠોકર મારી હતી ત્યારબાદ કારો ખેતરમાં નાસવા લાગતા પીછો કરીને ત્રણેય જણા લાકડીવડે તૂટી પડયા હતા અને તેના બંને પગ ભાંગી નાખ્યા હતા.ગંભીર રીતે ઘવાયેલા કારાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં દોઢ વર્ષ પહેલા પોલીસ ફરિયાદ કરી હતી તેનું મનદુઃખ રાખીને હુમલો થયાનું જણાવ્યુ હતુ. પોલીસે પણ આ બનાવને ગંભીરતાથી લઇને તપાસ હાથ ધરી ત્રણે આરોપીઓને પકડી પાડયા હતા અને રી-કન્સ્ટ્રકશન પંચનામા માટે ઘટનાસ્થળે લઇ જવાયા હતા.ત્યારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande