પોરબંદરના 30,000 હૃદયના સંદેશા : વડાપ્રધાનને પહોંચ્યો સહકારનો આભાર.
પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભારત દેશમાં સહકારીતા ક્ષેત્રે લેવાયેલા સીમાચિન્હરૂપ નિર્ણયોને લીધે સહકારી ક્ષેત્ર અદ્વિતીય પ્રગતિ કરી રહ્યું છે. આથી વડાપ્રધાન
પોરબંદરના 30,000 હૃદયના સંદેશા : વડાપ્રધાનને પહોંચ્યો સહકારનો આભાર.


પોરબંદરના 30,000 હૃદયના સંદેશા : વડાપ્રધાનને પહોંચ્યો સહકારનો આભાર.


પોરબંદરના 30,000 હૃદયના સંદેશા : વડાપ્રધાનને પહોંચ્યો સહકારનો આભાર.


પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભારત દેશમાં સહકારીતા ક્ષેત્રે લેવાયેલા સીમાચિન્હરૂપ નિર્ણયોને લીધે સહકારી ક્ષેત્ર અદ્વિતીય પ્રગતિ કરી રહ્યું છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા ગુજરાતભરમાંથી આભારપત્રો લખવાના રાજ્યવ્યાપી મહાઅભિયાનની સ્વયંભૂ શરૂઆત થઈ છે.

સભાસદો દ્વારા શરૂ કરાયેલા આ સ્વયંભૂ મહાઅભિયાન હેઠળ પોરબંદર જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ એટલે કે સુદામા ડેરી સાથે સંકળાયેલા હજારો ખેડૂતો, પશુપાલકો અને સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કરતાં પોતાના હૃદયની લાગણીને કાગળ પર ઉતારી છે અને અત્યાર સુધીમાં કુલ 30,000 પોસ્ટકાર્ડ લખાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુદામા ડેરીના ચેરમેન આકાશભાઈ બોખીરીયા સહિતના પોરબંદર જિલ્લાના સહકારી ક્ષેત્રના સભાસદો દ્વારા વધુ આભાર પત્રો લખવાની પ્રક્રિયા હજુ શરૂ છે.

પોરબંદર જિલ્લાના ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્ર સાથે વધુને વધુ જોડાવા પ્રોત્સાહિત કરવાનો અને રોજગારી તકો ઉભી કરવાની દિશામાં સહકારથી સમૃદ્ધિના અભિગમ મજબૂત કરવાના વડાપ્રધાનના નેતૃત્વમાં લેવાયેલા નિર્ણયો પ્રત્યે પત્ર દ્વારા આભારની લાગણી સભાસદો વ્યક્ત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande