ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ગામે, ભવ્ય પલ્લીનું આયોજન
- દર વર્ષે નવરાત્રીના નવમા નોરતે ગાંધીનગરના રૂપાલની પલ્લી બાદ ડીસાના જૂનાડીસા ગામે ભવ્ય પલ્લીનું આયોજન થાય છે. ડીસા,30 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રિમાં નોમ ના ગાંધીનગરના રૂપાલમાં પલ્લીનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના જૂના ડ
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ગામે, ભવ્ય પલ્લીનું આયોજન


- દર વર્ષે નવરાત્રીના નવમા નોરતે ગાંધીનગરના રૂપાલની પલ્લી બાદ ડીસાના જૂનાડીસા ગામે ભવ્ય પલ્લીનું આયોજન થાય છે.

ડીસા,30 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રિમાં નોમ ના ગાંધીનગરના રૂપાલમાં પલ્લીનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ગામે આવેલ પૌરાણિક મંદિર એવા સિદ્ધાંઅંબિકા માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રીના નવમા નોરતે ગાંધીનગરના રૂપાલની પલ્લી બાદ ડીસાના જૂના ડીસા ગામે ભવ્ય પલ્લીનું આયોજન કરવામાં આવે છે. આ ગામમાં વર્ષોથી પલ્લીનું આયોજન કરવામાં આવે છે. સિદ્ધાંઅંબિકા માતાજીથી પલ્લી નીકળે છે અને સમગ્ર ગામમાં ફરે છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખી છે.

આ જૂનાડીસા ગામે આવેલ આ મંદિરે પરંપરાગત વર્ષોથી ચાલી આવતી પલ્લીનું આયોજન અત્યારે પણ યોજાય છે. આ ગામના ઠાકોર સમાજના યુવાનો માતાજીનો નિવેદ્ય કરી પલ્લીને માથે ઉપાડી આખા ગામમાં પલ્લી નિકાળે છે અને માત્ર 15 મિનિટમાં આખા ગામમાં પલ્લી ફેરવી પરત મંદિરમાં આવી જાય છે.

સિદ્ધાંઅંબિકા માતાજીની પલ્લી સમગ્ર ગામમાં ફરતા ગામ જયનાદથી ગુંજી ઉઠ્યું હોય છે. આ જૂના ડીસા ગામનો હિન્દુ સમાજનો અઢારે આલમ અને મુસ્લિમ સમાજના લોકો પણ પલ્લીમાં જોડાતા હોય છે. દર વર્ષે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દર આસોના નોમના દિવસે પરંપરાગત ચાલી આવતી ગામ પલ્લીનું ભવ્ય આયોજન કરે છે. પલ્લી નિકળે તે પહેલા જે આ પલ્લીને માથે ઉપાડે છે તે પહેલા તેલ પીવે છે અને તેલ પીધા બાદ આખા ગામમાં પલ્લીને ઉપાડી આખા ગામમાં પલ્લીને ફેરવે છે તેવી માન્યતાઓ રહેલી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 4 જેટલી પલ્લી યોજાય છે. જેમાંથી રૂપાલની પલ્લી બાદ જૂના ડીસાની પલ્લી 2 નંબરની સૌથી મોટી પલ્લી છે. આ પલ્લી ઉત્તર ગુજરાતની સૌથી મોટી પલ્લી માનવામાં આવે છે.

વર્ષો પહેલા મોદી સમાજના લોકો તેલની ઘાણી ચલાવતા ત્યારે પણ આ સિદ્ધાં અંબિકાની પલ્લી ગામમાં આવે ત્યારે પલ્લી ઉપાડેલ ભુવાને તેલ પીવડાવ્યા પછી ભુવાજી આશીર્વાદ આપતા અત્યારે પણ તે પરંપરા જાળવી રહ્યા છે. 2 કિલોમીટર માત્ર 15 મિનિટમાં ફરી પરત મંદિર પરત ફરે છે. તેમજ આ ગામમાં જે વ્યક્તિના લગ્ન હોય તેમના લગ્ન કર્યા પછી આ મંદિરે પાંચ કંકુના થાપા કરે છે. તે પરંપરા પણ અત્યારે ચાલી આવી છે.

અત્યારે 51 વર્ષથી મોદી ભીખાલાલની કમિટી દ્વારા પલ્લીનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર દેશાવર ખાતે રહેતા ગામ લોકો પણ અચૂક હાજરી આપે છે. ગામ લોકોની વધુ એક વિશિષ્ટતા એ છે કે, 18 એ આલમની કુળદેવી અલગ અલગ છે તેમ છતાં ગ્રામ્ય દેવી રૂપે શેરી ગરબા પૂર્ણ થતા માતાજીના ચરણે ગરબો વળાવવામાં આવે છે. આ વર્ષો જૂની પ્રાચીન પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande