પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.)મહિલા આરોગ્ય અને સશક્તિકરણ સમાજના સર્વાંગી વિકાસનું મૂળ છે. આ દિશામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનની શરૂઆત કરી છે.
આ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાના સીમર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન થયું હતું. જેમાં સીમર તથા આસપાસના ગામોના નાગરિકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
કેમ્પ દરમ્યાન ENT, આંખોની તપાસ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપ, દંત ચકાસણી, કેન્સર સ્ક્રીનિંગ, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસુતિ પૂર્વ તપાસ, રસીકરણ તેમજ ટી.બી.ની તપાસ જેવી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાથે જ આયુષ્માન કાર્ડ સુવિધાનો પણ લાભ અપાયો હતો.
આ કેમ્પમાં કુલ 150 થી વધુ લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓ મેળવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ, પોરબંદરના તબીબો અને સ્ટાફે સેવા આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya