વડોદરાના LVPનું ગ્રાઉન્ડ ખેલૈયા માટે, 250 લોકોની ટીમ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં લાગી
- આજે વરસાદ ન પડે તો ગરબા થશે: આયોજક વડોદરા,30 સપ્ટેમ્બર (હિ.સ.) છેલ્લા બે દિવસથી મેઘરાજાએ નવરાત્રિની ખેલૈયાઓની મજા બગાડી દીધી. સમગ્ર gujaratમાં અને ખાસ કરીને અમદાવાદ,ગાંધીનગર અને વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી યુનાઇટેડ વે ઓફ બરોડા અને લક્ષ્મી વિલા
વડોદરાના LVPનું ગ્રાઉન્ડ ખેલૈયા માટે 250 લોકોની ટીમ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં લાગી


- આજે વરસાદ ન પડે તો ગરબા થશે: આયોજક

વડોદરા,30 સપ્ટેમ્બર (હિ.સ.) છેલ્લા બે દિવસથી મેઘરાજાએ નવરાત્રિની ખેલૈયાઓની મજા બગાડી દીધી. સમગ્ર gujaratમાં અને ખાસ કરીને અમદાવાદ,ગાંધીનગર અને વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી યુનાઇટેડ વે ઓફ બરોડા અને લક્ષ્મી વિલાસ પેલેસ (LVP) સહિતના ગરબા વરસાદને કારણે રદ થયા છે. આજે નવરાત્રિના નવમા દિવસે વરસાદ રોકાતા બંને ગરબા યોજાય તે માટે તૈયારીઓ ચાલી રહી છે. લક્ષ્મી વિલાસ પેલેસ ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયાર થઈ ગયુ છે. તો યુનાઇટેડ વે ઓફ બરોડાના ગ્રાઉન્ડમાં માટી નાખવા સહિતની કામગીરી કરી ગરબા થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુનાઈટેડ વેના આયોજકે જણાવ્યું કે, આજે વરસાદ ન પડે તો ગરબા થશે જ.

સમગ્ર ગુજરાત સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ગરબા મેદાનો પાણી અને કાદવથી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે વડોદરાના શહેરના બે મોટા ગરબા યુનાઈટેડ વે ઓફ બરોડા અને લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા નવરાત્રિના સાતમા અને આઠમા દિવસે રદ કરાયા હતાં. યુનાઇટેડ વે ગ્રાઉન્ડ પર છેલ્લા દિવસોમાં 40 હજારથી વધુ ખેલૈયાઓની અપેક્ષા હતી, પરંતુ કાદવ-કીચડને કારણે ગરબા રદ થયા હતા. બે દિવસ વરસાદ વિઘ્ન બનતા ખેલૈયાઓ અને આયોજકોમાં નિરાશા ફેલાઈ હતી.

વરસાદે વિરામ લેતા આજે સવારથી જ આયોજકો ગરબા થાય તે માટેના પ્રયાસો કરી રહ્યાં છે અને ટીમો ગ્રાઉન્ડમાં ઉતારી દીધી છે. યુનાઇટેડ વે ગ્રાઉન્ડ પર 250થી વધુ કામદારો કામે લાગ્યા છે. મેદાનમાંથી પાણી શોષવા માટે પમ્પિંગ મશીનો, ભેજવાળી જમીને સુખાવવા માટેના પ્રયાસો થઈ રહ્યાં છે. ગ્રાઉન્ડમાં રોલર ચલાવવાની સાથે રેતી નાખીને ગરબા રમવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પણ તૈયારીઓ તેજ છે. મહેલના વિશાળ પ્રાંગણમાં પાણીના ડ્રેનેજ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને પર્કોલેશન વેલ્સનો ઉપયોગ કરાયો છે. આયોજક જયંતભાઈએ જણાવ્યું હતું કે, અમારું મેદાન ઝડપથી સુકાઈ જાય છે. સુપર સોકર્સ અને અન્ય તકનીકોથી પાણી દૂર કરીએ છીએ. પાર્કિંગ વિસ્તારને રેતલીથી મજબૂત બનાવ્યા છે. અમારો ગ્રાઉન્ડ અને પાર્કિંગ તૈયાર છે. આજે વરસાદ ન પડે તો ચોક્કસથી ગરબા થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande