અંબાજી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) શક્તિપીઠ અંબાજી ના માતાજી ના ચાચર
ચોકમાંછેલ્લા 23 વર્ષથી માં અંબાના ચાચરચોકમાં આણંદ ના
એક ખેડૂત પુત્ર દ્વારા નવરાત્રી દરમ્યાન સાતમા નોરતે માતાજીના ચોકમાં 551
દિવડાની આરતી પોતાના શરીરે લઈ
ને માતાજી ની આરાધના કરે છે તે આ વખતે 24 વર્ષે પણ ઝરમર વરસાદની માં પણ આ ખેડૂત પુત્ર ને માતાજીના ચોકમાં 551
દિવડા નું આરતી કરવાની પોતાની
ટેક પૂરિ કરી હતી જે ને લઈ ખેડૂતપુત્રએ ભારે ખુશી વ્યક્ત કરી હતી ને વરસાદી માહોલ
માં પણ માતાજીની 551 દિવાની આરતી લોખંડ ની ફ્રેમના ગોઠવી
પોતાના શરીર ઉપર રાખીએ આરતી ઉતારી હતીજોકે આ ખેડૂત પુત્ર નું માનવું છે કે
મારે ખેતીવાડીમાં સારી ઉપજ છતાં એ માતાજીની ટેક લીધી હતી અને છેલ્લા 23 વર્ષથી મારી ટેક હું પૂરો કરતા આવ્યો
છુ ને માતાજી મારી ખેતી વાડી ન વ્યવસાય માં ઘણો ફાયદો કરાવ્યો છે જેને લઇ આ વખતે
અન્ય ખેડૂત મિત્રો પણ આ શ્રદ્ધાળુ સાથે જોડાયા હતા ને ચાચર ચોક માં ઉપસ્થિતહજારો યાત્રિકો ની આકર્ષણ નુ
કેન્દ્ર બની હતી આ આરતી, એટલુજ નહિ આ શ્રદ્ધાળુ એ દરેક ખેડૂત પુત્રો ને માતાજી પોતાના
આશીર્વાદ બનેલા રાખે અને વિશ્વ ભર માં કોઈ પણ પ્રકારનો રોગ ચાળો ન ફેલાય તેવી
માતાજી ને પ્રાર્થના કરી હોવાનું રોહીત પટેલ ( શ્રધ્ધાળુ ખેડૂત પુત્ર, લીંગડા ) આણંદએ જણાવ્યું હતુંજોકે રાત્રિ દરમિયાન ગરબાના સમયે પણ
અંબાજી મંદિરમાં ઝરમર વરસાદ ચાલુ રહ્યો તેને લઈ ખેલૈયા નિરાશ ન થાય તે માટે મંદિર
ટ્રસ્ટના સફાઈ કર્મચારીઓ ચોકમાંથી પાણી ઉલચતા નજરે પડ્યા હતા નેચાર ચાર ચોકમાંથી
પાણી ઉલેચી ને પણ ગરબા ચાલુ રાખ્યા હતા જેને લઇ વરસાદમાં પણ ખેલૈયાઓ નો ઉત્સાહ ટકી
રહ્યો હતો
ભીંજાયેલા ચાચર ચોકમાં પણ ખેલૈયાઓ એ ગરબા ની ભરપૂર મોજ માણી હતુ
જયા
કોઈ સભા મંડપમાં તો કોઈ મંદિર પરિસરમાં અને કેટલાક ચાચર ચોકમાં
ખેલૈયાઓએ ગરબાની મોજ માણી હતીને પોલીસની ચાંપતી નજર હેઠળ સાતમુ નોરતું સંપન્ન થયો
હતો
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ