અંબાજી,30 સપ્ટેમ્બર (હિ.સ.) અંબાજી30સપ્ટેસ્બર (હિ. સ)આજે દુર્ગાષ્ટમી છે અને
દુર્ગાષ્ટમીમાં ક્ષત્રિય સમાજ વિશેષ પૂજા અર્ચના કરતુ હોય છે ત્યારે યાત્રાધામ
અંબાજી ખાતે મંદિરના ચાચરચોકના યજ્ઞ શાળામાં દુર્ગાષ્ટમી પૂજાનો પ્રારંભ કરવામાં
આવ્યો હતો આ મહાપુજા અને હોમહવન દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે
જોકે આ દુર્ગાષ્ટમીના દિવસે દાંતાના રાજવી પરિવારને નિજ મંદિરના ગર્ભગૃહમાં દર્શન
પૂજા માટે અબાધિત હક્ક મળેલો છે જેને લઇ દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ પરમારે
ગર્ભગૃહમાં માતાજીની પૂજા અર્ચના સાથે નૈવેધ ધરાવી માતાજીની આરતી કરી હતી એટલુંજ
નહિ દુર્ગાષ્ટમીના દિવસે હોમ હવનનું મહત્વ હોઈ મંદિરની યજ્ઞશાળામાં વૈદિક
મંત્રોચાર અને વિદ્વાન પંડિતો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે હવનની શરૂઆત કરવામાં આવી
હતી આ પ્રસંગે મહત્વની બાબત તો એ છે કે અંબાજી મંદિરના નિજ દ્ધારની ચાવી ની પણ
વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને એક ફૂટ જેટલી લાંબી ચાંદીની અતિ પૌરાણિક
ચાવી પૂજા અર્ચના કર્યા બાદ મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજને સોંપવામાં આવી હતી
માનવામાં આવે છે કે મંદિરના મુખ્ય સેવક રાજવી પરિવાર હોય છે અને રોજિંદી નિયમિત
પૂજા અર્ચના માટે મંદિરની આ પૌરાણિક ચાવીને મંદિરના પૂજારીને સોંપવામાં આવે છે
ત્યાર બાદ ભટ્ટજી મહારાજ મંદિરમાં પૂજા અર્ચના કરતા હોય છે આ પરંપરા વિક્રમ સવંત 1160
થી ચાલી આવી છે અને હમણાં આ
પરંપરા રાજવી પરિવારની 40મી પેઢી નિભાવી રહી હોવાનું રિદ્ધિરાજસિંહજી પરમાર (રાજવી
વંશજ)રાજવી પરિવાર દાંતા સ્ટેટ ) એ જણાવ્યું હતું
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ