પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના પનોતા પુત્ર અને સકળ વિશ્વની પ્રેરણામૂર્તિ સમા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156 મી જન્મજયંતિ નિમિત્તે,2 ઓક્ટોબર 2025, ગુરુવારના રોજ સવારે 8:00 થી 9:00 કલાકે કીર્તિમંદિર, પોરબંદર ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિતિમાં હાજર રહેશે. સર્વધર્મ પ્રાર્થનાસભા મારફતે ગાંધીજીના વ્યાપક વિચારો અને સર્વધર્મ સમભાવના સિદ્ધાંતોને સમર્પિત ભાવાંજલિ આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya