જામનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા વિભાગીય નાયબ નિયામક કચેરી રાજકોટ પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આર્યુવેદ હોસ્પીટલના મેડિકલ ઓફિસરા ડૉ. ફોરમબેન પરમાર દ્વારા પોષણ માસ અને ૧૦માં આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત સાંઈબાબા મંદિર ગાંધીનગર, જામનગર ખાતે વયોવૃદ્ધ માટે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નિદાન સારવાર કેમ્પનો ૬૩ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. ઉપરાંત ૯૪ જેટલા લોકોએ રોગપ્રતિકારક અમૃતપેય ઉકાળા વિતરણનો લાભ લીધો હતો. કેમ્પમાં દર્દીઓને નિ:શુલ્ક તપાસ કરી નિદાન અને સારવાર આપવામાં આવી હતી તથા આયુર્વેદનું મહત્વ અને તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ વિશે સમજૂતી આપતી પત્રિકાવિતરણ તથા ચાર્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt