કડી તાલુકાના ઘુમાસણ ગામે ભાઈએ ભાઈની હત્યા કરી: નવરાત્રિની આઠમની રાત્રે કુટુંબમાં કળેબરામ
મહેસાણા,30 સપ્ટેમ્બર (હિ.સ.) કડી તાલુકાના ઘુમાસણ ગામે નવરાત્રિની આઠમની રાત્રે કુટુંબી ઝઘડો ભયાનક રૂપ ધારણ કરી ગયો હતો. ભાઈ-ભાઈ વચ્ચે થયેલા વિવાદમાં એક ભાઈએ ગુસ્સામાં આવી બીજા ભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. માહિતી અનુસાર, બંને ભાઈઓ
કડી તાલુકાના ઘુમાસણ ગામે ભાઈએ ભાઈની હત્યા કરી: નવરાત્રિની આઠમની રાત્રે કુટુંબમાં કળેબરામ


મહેસાણા,30 સપ્ટેમ્બર (હિ.સ.) કડી તાલુકાના ઘુમાસણ ગામે નવરાત્રિની આઠમની રાત્રે કુટુંબી ઝઘડો ભયાનક રૂપ ધારણ કરી ગયો હતો. ભાઈ-ભાઈ વચ્ચે થયેલા વિવાદમાં એક ભાઈએ ગુસ્સામાં આવી બીજા ભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

માહિતી અનુસાર, બંને ભાઈઓ વચ્ચે જમીન તેમજ ઘરેલુ મુદ્દે ઝઘડો ચાલતો હતો. નવરાત્રિના પાવન અવસરે પણ મતભેદો શાંત ન થતા ઝઘડો વધી ગયો અને ગુસ્સામાં આવી આરોપી ભાઈએ ઘાતક હથિયારથી હુમલો કર્યો. હુમલો એટલો ગંભીર હતો કે ઈજાગ્રસ્ત ભાઈએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો.

હત્યાની જાણ થતા જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તરત જ ગામે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો તથા આરોપી ભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ બનાવને કારણે ગામમાં ચકચાર મચી ગઈ છે. નવરાત્રિના ઉત્સવી માહોલ વચ્ચે આ દુઃખદ બનાવ બનતા ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પરિવારજનોના નિવેદનો લઈને કાયદેસર પગલાંની પ્રક્રિયા આગળ ધપાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande