- વર્ષ 2024-25માં ચોખી ખોટ 69.32 લાખની આવતા ચર્ચામાં પૂર્વ કમિટી મારામારી ઉપર ઉતરી ગઈ
ભરૂચ,૩૦ સપ્ટેમ્બર (હિ.સ.) શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની 64મી વાર્ષિક સાધારણ સભા મંડળીની ઓફિસે ચાસવડ ખાતે યોજાઇ હતી .આ વાર્ષિક સાધારણ સભા તત્કાલીન કમિટીએ ચલાવવાની હોય તેમણે નહી સંભાળતા આખરે કસ્ટોડિયન કમિટીના સભ્યોએ આગળ ધપાવી હતી.
સાધારણ સભા કસ્ટોડિયન કમિટીના પ્રમુખ હિમાંશુ ભક્તની અધ્યક્ષતામાં યોજાય હતી. સભામાં ગત વર્ષ 2024-25 ના હિસાબોની બહાલી બરતરફ તરફ થયેલ વ્યવસ્થાપક કમિટી તરફથી માંગવામાં આવતા સભાસદો અને કસ્ટોડિયન કમિટીના સભ્યોએ 2024-25 ની ચોખ્ખી ખોટ 69,32,982 રૂપિયા અગાઉની સમિતિએ ગેર વહીવટ કરીને અહેવાલમાં બતાવેલી છે. તેમજ અગાવના ત્રણ વર્ષના વહીવટમાં ઓડિટનો વર્ગ બ આવતા બહાલી નહી આપતા હોબાળો કર્યો હતો.
ઓડિટ મિલ્ક ભરૂચ તરફથી વર્ષ 2021-2024ના કરવામાં આવેલ ઓડિટની ઓડિટ નોંધ વંચાણે લેવામાં આવી હતી. બરતરફ થયેલ પ્રમુખ ,ઉપપ્રમુખ તેમજ વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ સભાસદોને ઉશ્કેરી જોહુકમીથી એજન્ડા મુજબના મુદ્દાઓની બહાલી લેવા માંગતા હતા ત્યારે હુનિયા વસાવાએ ઉશ્કેરાઈ જઈ પોલીસ અને સભાસદોની સામે જાહેર સભામાં હિમાંશુ ભક્ત,મેનેજર સુરેશ પટેલની સાથે ખોટા આક્ષેપો મૂકી હાથ ઉગામી લેતા સાધારણ સભામાં ગરમાવો આવી ગયો હતો.ત્યારબાદ પોલીસે વચ્ચે પડી છોડાવ્યા હતા અને એજન્ડાના 10 મુદ્દાની ચર્ચા કરી પરંતુ એકેય મુદ્દાની બહાલી મળી નહી આખરે સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ