પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત કુતિયાણા તાલુકાની શાળાઓમા “સ્વચ્છતા એક્શન પ્લાન દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે શાળાના વિધાર્થીઓ તથા વાલીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. શાળાઓમાં બાલ સંસદ એટલે કે શાળા કેબિનેટની નાની જૂથ મિટિંગો બોલાવવામાં આવી અને તેમાં સ્વચ્છતા પખવાડા દરમિયાન યોજાનારી પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સ્વચ્છતા પખવાડા હેઠળ નવી પ્રવૃત્તિઓનો સમાવેશ કેવી રીતે કરી શકાય તે અંગે વિધાર્થીઓ અને સમુદાયના સભ્યોને સૂચનો આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મળેલા સૂચનો ભારત સરકારના શિક્ષણ મંત્રાલય (MoE) ને મોકલવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા શાળાઓમાં સ્વચ્છતા અંગેની સકારાત્મક દૃષ્ટિ વિકસાવવાની સાથે, વાલીઓ, વિધાર્થીઓ તથા સમુદાયના સભ્યોને શાળાના સ્વચ્છતા અભિયાન સાથે જોડાવા માટે પ્રેરણા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya