રાજપીપલા,૩૦ સપ્ટેમ્બર (હિ.સ.) “સ્વચ્છતા હી સેવા–2025” અંતર્ગત નર્મદા જિલ્લાના વિવિધ ગામડાઓ તથા શાળાઓમાં વ્યાપક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો દ્વારા કચરો એકત્રિત કરવો, રસ્તાઓની સફાઈ, વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા વિષયક જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં.
આ અભિયાન દરમિયાન શાળા સ્તરે બાળકો માટે ચિત્રકલા (પેઇન્ટિંગ) સ્પર્ધાનું આયોજન કરીને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ પર આધારિત સર્જનાત્મક ચિત્રો રજૂ કર્યા હતા. આ સાથે, જિલ્લા તથા ગામડાઓમાં વૃક્ષારોપણ અભિયાન પણ હાથ ધરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ગામના લોકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સહભાગી થયા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ