દશેરાનાં તહેવારને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં શહેરભરમાં અલગ - અલગ ટીમો દ્વારા ફાફડા - જલેબીનાં સેમ્પલ લેવાયા
સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.)-નવરાત્રિનાં તહેવારોની પૂર્ણાહૂતિ બાદ શહેરીજનોમાં દશેરાનાં તહેવારની ઉજવણી માટે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરૂવારે અસત્ય પર સત્યનાં વિજય રૂપી દશેરાનાં તહેવારની ઉજવણી દરમિયાન સુરતીઓ દર વર્ષે કરોડો રૂપિયાનાં ફાફડા - જલે
અલગ ટીમો દ્વારા ફાફડા - જલેબીનાં સેમ્પલ લેવાયા


સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.)-નવરાત્રિનાં તહેવારોની પૂર્ણાહૂતિ બાદ શહેરીજનોમાં દશેરાનાં તહેવારની ઉજવણી માટે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરૂવારે અસત્ય પર સત્યનાં વિજય રૂપી દશેરાનાં તહેવારની ઉજવણી દરમિયાન સુરતીઓ દર વર્ષે કરોડો રૂપિયાનાં ફાફડા - જલેબી ઓહિયા કરી જતાં હોય છે. અલબત્ત, શહેરીજનોનાં સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આજે સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરનાં અલગ - અલગ વિસ્તારમાંથી ફાફડા - જલેબીનાં સેમ્પલ એકઠાં કરવામાં આવ્યા હતા. જેને પગલે ફરસાણ વિક્રેતાઓને ત્યાં ફફડાટ જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલો હાલમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

સુરત સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રિનો માહોલ પુરબહાર ખિલ્યો છે. બે દિવસ વરસાદનાં વિધ્ન વચ્ચે પણ ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળ્યો હતો. આજે આઠમ અને કાલે નવમીનાં નોરતા બાદ ગુરૂવારે શહેરીજનો દશેરાની ઉજવણી માટે પણ તલપાપડ જોવા મળી રહ્યા છે. ખાણી - પીણીનાં શોખિન સુરતી લાલાઓ દશેરાનાં દિવસે કરોડો રૂપિયાનાં ફાફડા - જબેલી આરોગતા હોય છે. આ સ્થિતિને ધ્યાને રાખીને આજે શહેરનાં ભાગળ, અડાજણ અને અઠવા સહિતનાં વિસ્તારોમાંથી આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા - જલેબીનાં સેમ્પલો એકઠાં કર્યા હતા. આ સિવાય આગામી ચંદી પડવાનાં તહેવારોને ધ્યાને રાખીને માવા અને ઘારીનાં સેમ્પલો એકત્રિત કરવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં અભિયાન હાથ ધરવામાં આવશે. જેને પગલે આજે સવારથી જ આરોગ્ય વિભાગની અલગ - અલગ ટીમો હરકતમાં આવતાં ફરસાણ વિક્રેતાઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande