મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા, સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા સ્થાપિત સરકારી તાલુકા કક્ષાનું પુસ્તકાલય આજ રોજ ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે લોકાર્પિત કરવામાં આવ્યું
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ


મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ


મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા સ્થાપિત સરકારી તાલુકા કક્ષાનું પુસ્તકાલય આજ રોજ ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે લોકાર્પિત કરવામાં આવ્યું. નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, ગ્રંથાલય નિયામક ડૉ. પંકજ ગોસ્વામી અને સંજયભાઈ રાવલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. લોકાર્પણની પ્રસંગે સાહિત્ય રસિકો, વિદ્યાર્થીઓ અને વાચકોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

આ નવા સરકારી પુસ્તકાલયમાં લગભગ 3000 પુસ્તકો સાથે સામાયિકો અને વર્તમાનપત્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે, જેમાં બાળકો માટેની પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો તેમજ વયસ્કો અને મહિલાઓ માટેના વાંચન સામગ્રીનો સમાવેશ થાય છે.

વિશેષ કરીને, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પેઢી વ્યવસ્થા અને આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી તેઓ લંબા સમય સુધી વાંચન કરી શકશે. આ પ્રકારના આયોજનથી પ્રજાજનોમાં જ્ઞાન પ્રત્યેનો રસ વધશે અને ગ્રંથાલય સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાચકો માટે સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કાર્ય કરશે.

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં સ્થિત આ સરકારી પુસ્તકાલય વિકાસ, શિક્ષણ અને વાંચન સંસ્કૃતિને આગળ વધારવાની મોટી તક પૂરી પાડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande