જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાલંભા તાલુકા શાળા ખાતે માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવ્યો
જામનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ બાલંભા તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા કચરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત
માર્ગદર્શન સેમિનાર


જામનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ બાલંભા તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા કચરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ તેમજ દતક વિધાન, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સ અને પોક્સો એક્ટ ૨૦૧૨ની વિસ્તૃત સમજણ આપવામાં આવેલ હતી. તેમજ હાજર રહેલ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી નશો નહિ કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.બાલંભા ગામ સાંસદ આદર્શ ગ્રામ તરીકે નોંધાયેલ હોય જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રણછોડભાઈ જે. શિયાર અને જિલ્લા બાળ સુરક્ષા એકમનાં પ્રોટેક્શન ઓફિસરે ગામના દિવ્યાંગજનો સાથે રૂબરૂ મુલાકાત કરી દિવ્યાંગજનોને યોજનાકીય માહિતી આપી હતી. આ દરમિયાન સામાજિક કાર્યકર તેમજ શાળાના આચાર્ય આર.બી નકુમ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande