પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના કમલાબાગ પોલીસમથકના ઇન્સ્પેકટર આર.સી. કાનમીયાનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યુ હતુ.તાજેતરના જન્માષ્ટમી લોકમેળા તથા હાલ નવરાત્રિના તહેવારો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી કાયદો વ્યવસ્થા સાથે શાંતિ સલામતી માટે કમલાબાગ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ કાનમિયાનું ખૂબ જ સુંદર કામગીરી માટે વોર્ડ નં -10 અક્ષર વિદ્યામંદિર ખાતે મેનેજિંગ ટ્રસ્ટી અને નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર મોહનભાઈ મોઢવાડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ વિદ્યાર્થીઓને પી. આઇ.
કાનમિયાએ નવરાત્રિની શુભેચ્છાઓ સાથે મોબાઇલનો સદઉપયોગ કરવા અને સોશ્યલ મીડિયામાં સાવચેતી રાખવા જરૂરી માર્ગદર્શન આપી કોઈ પણ સમયે મદદ માટે પોલીસ હંમેશા આપની સાથે છે તેનો વિશ્વાસ અપાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya