મહેસાણા ઘટક-3 માં પોષણમાહ અંતર્ગત કિશોરી મહેંદી સ્પર્ધાનું આયોજન”
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ મહેસાણા જિલ્લાના ઘટક-3 વિસ્તારમાં પોષણમાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં એક અનોખી કિશોરી મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. રંગબેરંગી મહેંદીના આકર્ષક ડિઝા
મહેસાણા ઘટક-3 માં પોષણમાહ અંતર્ગત કિશોરી મહેંદી સ્પર્ધાનું આયોજન”


મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ મહેસાણા જિલ્લાના ઘટક-3 વિસ્તારમાં પોષણમાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં એક અનોખી કિશોરી મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. રંગબેરંગી મહેંદીના આકર્ષક ડિઝાઇન દ્વારા કિશોરીઓએ પોતાની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું.

પોષણમાહ દરમિયાન માત્ર આરોગ્ય અને પોષણ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કિશોરીઓમાં આત્મવિશ્વાસ અને ભાગીદારી વધે એ હેતુથી આ સ્પર્ધા યોજાઈ હતી. આયોજકોએ જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓથી કિશોરીઓમાં સક્રિયતા વધે છે અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે છે.

સ્પર્ધા દરમ્યાન કિશોરીઓને પોષણ સંબંધિત માહિતી પણ આપવામાં આવી, જેમ કે સંતુલિત આહાર, આયર્ન અને પ્રોટીનનું મહત્વ તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના ઉપાયો. વિજેતા કિશોરીઓને પુરસ્કૃત કરવામાં આવી અને તમામ ભાગ લેનારાઓને પ્રોત્સાહન પુરસ્કારો આપવામાં આવ્યા.

આ અવસર પર સ્થાનિક અધિકારીઓ તથા શિક્ષકમંડળે ઉપસ્થિત રહી કિશોરીઓને અભિનંદન પાઠવ્યા. પોષણમાહને લોકભાગીદારીથી ઉજવવાનો આ પ્રયાસ અત્યંત સરાહનીય સાબિત થયો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande