ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં માતાજીની પલ્લી નીકળશે,કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરાશે, હજારો ભક્તો ઉમટશે
ગાંધીનગર,૩૦ સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં માતાજીની પલ્લી નીકળશે,કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરાશે, હજારો ભક્તો ઉમટશે. રૂપાલ ગામમાં આવેલા વિશ્વ વિખ્યાત વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમના દિવસે ભરાતી પરંપરાગત પલ્લી માટેની તમા
ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં માતાજીની પલ્લી નીકળશે


ગાંધીનગર,૩૦ સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં માતાજીની પલ્લી નીકળશે,કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરાશે, હજારો ભક્તો ઉમટશે. રૂપાલ ગામમાં આવેલા વિશ્વ વિખ્યાત વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમના દિવસે ભરાતી પરંપરાગત પલ્લી માટેની તમામ આખરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે 'આસો સુદ નોમ'ના દિવસે યોજાનારા આ પલ્લી ધર્મોત્સવમાં લાખો થી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડવાની શક્યતા છે. આ વર્ષે પણ દર વર્ષની માફક 20 કરોડથી વધુનો ઘીનો અભિષેક થવાની શકયતા છે.

રૂપાલ પલ્લીમાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની પલ્લી ઉપર કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક થવાની ધારણા છે. આજે નોમની રાત્રે જ્યારે ભક્તો બાધા પૂર્ણ કરવા માટે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરશે, ત્યારે ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી થશે. હૈયું દબાય તેવી ભીડ વચ્ચે 'જય જય વરદાયિની'ના જયઘોષથી સમગ્ર ગગન ગુંજી ઉઠશે. લાખો શ્રદ્ધાળુઓ માટે જીવનભરનું સંભારણું બની રહે છે.

દર વર્ષે ભક્તોની વધતી જતી સંખ્યા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પલ્લીના બંદોબસ્તમાં 2 ડીવાયએસપી, 15 પીઆઇ, 30 પીએસઆઈ અને 500 પોલીસ જવાનોનો કાફલો તૈનાત રહેશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારીના પગલાં ભરવામાં આવ્યાં છે. મંદિર તરફથી પણ ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

લાખો શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગાંધીનગર, કલોલ અને માણસા એસ.ટી ડેપો દ્વારા એક્સટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.આજે બપોરે 1 વાગ્યાથી બીજા દિવસ બપોર સુધી ખાસ બસો રૂપાલ જવા માટે ઉપડશે. પલ્લીની પરિક્રમા સરળતાથી જોઈ શકાય તે માટે ગામમાં મોટા સ્ક્રીન મૂકવામાં આવશે.આ વર્ષે પણ પલ્લી ભરવાના પ્રસંગનું લાઇવ ટેલિકાસ્ટ વેબસાઇટના માધ્યમથી વિશ્વભરમાં કરવામાં આવશે.આ ધર્મોત્સવને માણવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક NRI પરિવારો ખાસ વિદેશથી રૂપાલ આવી પહોંચશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande