મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા શહેરના રાધનપુર રોડ પર શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'શક્તિ આરાધના ૨૦૨૫' ગરબા મહોત્સવમાં આ વર્ષે ભક્તિ અને દેશભક્તિનો અનોખો મેળ જોવા મળ્યો. આ વર્ષે ગરબાનું આયોજન ‘ઓપરેશન સિંદુર’ થીમ પર કરવામાં આવ્યું હતું, જેમાં આર્મી, નેવી અને એરફોર્સની ભવ્ય શૈલીમાં ગરબા રમવા બાળકો અને યુવાનોએ ઉત્સાહભર્યા ભાગ લીધો.
આ કાર્યક્રમમાં માત્ર મહેસાણા શહેરના જ નહીં, આસપાસના ૨૦ કિ.મી. દૂરના વિસ્તારોમાંથી પણ ભારે સંખ્યા માં ગરબા રસિકો જોડાયા હતા. એક્સોટિકા સ્કૂલના બાળકો આર્મી અને નેવીના ડ્રેસ કોડમાં સજ્જ થઈને ગરબાનું દ્રશ્ય અને તાળે દર્શકોને મોહી લીધું.
વરસાદના વિઘ્ન છતાં ગરબાપ્રેમીઓનો ઉત્સાહ અટૂટ રહ્યો. વરસાદમાં ભીંજાઈને પણ ભાગ લેનારોએ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને ગરબા પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આયોજકોે જણાવ્યું કે, ગરબા માત્ર રાશ્ટ્રભક્તિ અને ભક્તિની એક સુમેળભરી અભિવ્યક્તિ છે, જે સૌ માટે યાદગાર અનુભવ બની ગઈ.
‘શક્તિ આરાધના ૨૦૨૫’ માત્ર ગરબા મહોત્સવ નહીં, પરંતુ માતાજી અને રાષ્ટ્રભક્તિની ભાવનાને જોડતો વિશેષ કાર્યક્રમ બની ગ્યું છે, જેના કારણે મહેસાણા શહેરમાં ગરબા પ્રેમીઓમાં ઉત્સાહની લહેર ફરી એકવાર જોવા
મળી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR