જામનગર જિલ્લાના ગોરખડી સેવા સહકારી મંડળી ના સભ્યોએ પીએમને આભારના પોસ્ટકાર્ડ લખ્યા
જામનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારી ક્ષેત્રે થયેલા વિકાસથી ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બની રહ્યા છે. સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા બદલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ શ્રી ગોરખડી સેવા સહકારી
આભાર પોસ્ટકાર્ડ


જામનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારી ક્ષેત્રે થયેલા વિકાસથી ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બની રહ્યા છે. સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા બદલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ શ્રી ગોરખડી સેવા સહકારી મંડળી લી. ના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ ઉત્સાહભેર લખ્યા હતા.સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે તાજેતરમાં વિદેશથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, તેમજ જીએસટીના દરોમાં રાહત આપી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને સીધો લાભ મળ્યો છે. પરિણામે પશુપાલકો, ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ, આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande