ભાવનગર,૩૦ સપ્ટેમ્બર (હિ.સ.) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી દ્રષ્ટિ થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે ત્યારે ભાવનગર જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક અને સેવા મંડળી સાથે સંકળાયેલા સભાસદોએ આર્થિક સમૃદ્ધિ બદલ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકાર થી સમૃદ્ધિ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો- પશુપાલકોના હિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવ્યું છે. એની સાથે જ જી.એસ.ટી. ઘટાડા અમલીકરણ તથા સ્વદેશી અભિયાનને વેગ મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ