મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણાના વિજાપુર તાલુકાના વિજાપુર એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ની આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ ચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યા, પરંતુ અંતે ભાજપના માર્ગદર્શન હેઠળ તમામ સભ્યોના સહકારથી સહમતિપૂર્ણ નિર્ણય લેવાયો.
ચેરમેન પદે રાજુભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે સક્રિય રહ્યા છે અને ખેડૂતોના હિત માટે કાર્યરત રહ્યા છે. તેમની પ્રતિષ્ઠા અને કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. સભ્યો દ્વારા પણ તેમને સર્વસંમતિથી ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા.
વાઈસ ચેરમેન પદે બચુભાઈ પટેલની, વરણી કરવામાં આવી છે. તેઓએ અગાઉથી જ APMC ના વિવિધ કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી છે. ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સુમેળ જાળવીને બજાર વ્યવસ્થાપન વધુ કાર્યક્ષમ બને તે માટે, તેમની પસંદગી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ રીતે મહેસાણા જિલ્લાના વિજાપુર APMC માં બંને મુખ્ય પદો માટે સહમતિથી થયેલી આ વરણી એ સંસ્થા માટે સ્થિરતા અને વિકાસના નવા માર્ગો ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR