દિમાગ કા ઢક્કન ખોલો, બેઝિઝક અબ બોલો, બાળકોને માનસિક રીતે સશક્ત કરવા ભાવનગરમાં અનોખી પહેલ
- મિશન બાલમન: ભાવનગર જિલ્લા વહીવટી તંત્રનો બાળકોને માનસિક રીતે સશક્ત કરવા અનોખો અભિગમ - ડિપ્રેશનના ભોગ બનેલાં હોય તો ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી આપણી‌ લાગણીઓ બીજાઓનેઅવશ્ય શેર કરવી જોઈએ : જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ ભાવનગર, ૩૦ સપ્ટેમ્બર
દિમાગ કા ઢક્કન ખોલો, બેઝિઝક અબ બોલો,બાળકોને માનસિક રીતે સશક્ત કરવા ભાવનગરમાં અનોખી પહેલ


દિમાગ કા ઢક્કન ખોલો, બેઝિઝક અબ બોલો,બાળકોને માનસિક રીતે સશક્ત કરવા ભાવનગરમાં અનોખી પહેલ


- મિશન બાલમન: ભાવનગર જિલ્લા વહીવટી તંત્રનો બાળકોને માનસિક રીતે સશક્ત કરવા અનોખો અભિગમ

- ડિપ્રેશનના ભોગ બનેલાં હોય તો ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી આપણી‌ લાગણીઓ બીજાઓનેઅવશ્ય શેર કરવી જોઈએ : જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ

ભાવનગર, ૩૦ સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લા વહીવટી તંત્ર-ભાવનગર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી “મિશન બાલમન” કાર્યક્રમનું ભવ્ય ઉદ્ઘાટન શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, જી.આઇ.ડી.સી. ચિત્રા ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી હનુલ

ચૌધરીના નેતૃત્વ હેઠળ આયોજિત છે. “મિશન બાલમન” બાળકોના મનસ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવી, તણાવ અને ભય જેવી સમસ્યાઓની ઓળખ કરવી અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સમાધાન તરફ આગળ વધવાનો મુખ્ય હેતુ છે.

મિશન-બાલમન ફોર્મલ લોન્ચિંગ સમારોહમાં જિલ્લા કલેકટર ડૉ. મનિષ કુમાર બંસલે પ્રેરણાદાયી ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, તમે પણ ડિપ્રેશનના શિકાર કે ભોગ બનેલાં હોય તો ગભરાવવાની કે ચિંતા કરવાની કે શરમાવાના ની જરૂર નથી બસ આપની લાગણીઓ આપણા માતા-પિતા, મિત્રો કે મનોચિકિત્સક ડોક્ટર સાથે શેર કરવી જોઈએ. ડિપ્રેશનનો શિકાર સારામાં સારાં ડોક્ટર હોય કે અબજોપતિ હોય ગમે તેને થઈ શકે છે. ‌આપણા મનમાં પડેલાં નેગેટિવ વિચારોને ધીમે ધીમે કાઢવાનું કામ આપણું છે પછી કુદરત તેનું કામ કરશે.

તેમણે પોતાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે, હું જ્યારે MBBSના બીજા વર્ષેમાં હતો ત્યારે હું પણ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. પરંતુ મારા મિત્રોના સહકારથી તેમજ મનોચિકિત્સક અને સાયકોલોજીસ્ટના માર્ગદર્શનથી એ સ્થિતિમાંથી બહાર નિ કળીને UPSC ની એક્ઝામ પાસ કરીને આજે હું કલેકટરના પદ પર પહોંચ્યો છું. કલેકટરએ કહ્યું કે ભાવનગરની તમામ શાળાઓમાં મનની લાગણીઓ વ્યક્ત કરવા માટે‌ એક બોક્સ મૂકવામાં આવશે જેનું નામ કસ્ટબીન રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને મનને કસ્ટ આપતી લાગણી રજૂ કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને તેમની વાતનું નિરાકરણ લાવી શકાય‌.

તેમણે કહ્યું કે, મિશન-બાલમનએ મને થયેલી મુશ્કેલીઓમાંથી આવેલો એક વિચાર છે. આજના સમયમાં અનેક બાળકો અને લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે ત્યારે તેમને જરૂરી માર્ગદર્શન આ મિશન થકી મળી રહેશે. મોટિવેશનલ વક્તા ડૉ. નિમિત્ત ઓઝાએ “મિશન બાલમન” ના સુંદર પ્રકલ્પ બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે “મિશન બાલમન” હેઠળ “ડેર ટુ શેર” એટલે કે બધા લોકોમાં શેર કરવાની ડેરીંગ હોતી નથી. શારીરિક ઈજા થાય ત્યારે શું કરવું અને શું ના કરવું એનું માર્ગદર્શન આપવની ખબર હોઈ છે પણ માનસિક ઈજા થાય ત્યારે શું કરવું એ ખબર નથી હોતી. ડિપ્રેશન શબ્દ ડીપ અને રેસ્ટ શબ્દોથી બનેલો છે. માનસિક સ્વાસ્થ્ય સારું હોવું એ પહેલી જરૂરિયાત છે. કોઈ પણ પ્રકારનો ભય લાગે તો માતા-પિતા, શિક્ષકો અથવા સારા મિત્રો સાથે શેર કરવાની સલાહ આપી હતી.

મોટિવેશનલ વક્તા નેહલ ગઢવીએ આજની યુવા પેઢીને સલાહ આપતા જણાવ્યું હતું કે, વ્યક્ત થાઓ, આજે બોલવા વાળા ઘણા મળી રહેશે પરંતુ સાંભળવાવાળા મળવા મુશ્કેલ છે. તેમણે રસ્તાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે રસ્તા પર ડાયવર્ઝન હોય તો ત્યાંથી નીકળવા માટેનો રસ્તો શોધી લઈએ છીએ એમ જીવનમાં આવેલ કોઈ પણ મુશ્કેલીનો રસ્તો મળી રહેતો હોય છે. જીવનમાં ભણવા સિવાય એક શોખ એવો પણ રાખવો જોઈએ કે જે તમને તારી શકે. એક નાનકડી ટુર માટે પણ કેટલાં બધા આયોજન કરીને નિકળીએ છીએ તો આપડા ભવિષ્યની

તૈયારી માટે આયોજન કરવું જરૂરી છે.

આ પ્રસંગે માનસિક રોગ નિષ્ણાત ડૉ. કેયુર પરમારે જણાવ્યું હતું કે, જે રીતે મોટા લોકોને ડિપ્રેશનની બિમારી છે તેવી જ બિમારી છ વર્ષના બાળકોને પણ હોઈ શકે છે, બસ‌ જરૂર છે તેમની લાગણી, ભયને ઓળખવાની. બાળકો જો નિયમિત કસરત કરે, સમયસર બ્રેક ફાસ્ટ અને યોગ કરે તો પચાસ થી સાઈઠ ટકા જેટલી નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ આવી જાય છે. તેમણે કહ્યું કે, સમાજ બાળકને‌ યોગ્ય રીતે લાગણી વ્યક્ત કરતાં શીખવે તો એ ‌સશક્ત ભારતના નિર્માણ માટે મોટી ચિનગારી હશે તેવો આશાવાદ તેમણે સેવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડૉ. રીચા બંસલ અને સંસ્થાના કે. પી. સ્વામી એ કાર્યક્રમને સંગ એવો રંગ અને

પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા બાળકોને અસરકારક માર્ગદર્શન આપ્યું હતું અને કલેકટરની અનોખી પહેલને બિરદાવી હતી.તેમજ આમંત્રિત સાયકીયાટ્રીસ્ટ, સાયકોલોજિસ્ટ, શિક્ષકો, વાલીઓ, આરોગ્યકર્મીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande