મહેસાણા મહાનગરપાલિકામાં પીએમ સ્વનિધિ 2.0 અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન”
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી (પીએમ સ્વનિધિ 2.0) યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં શહેરના સ્ટ્રીટ વેન્ડર્સ, નાની દુકાન ચલાવતા વેપારીઓ અને રોજગાર
મહેસાણા મહાનગરપાલિકામાં પીએમ સ્વનિધિ 2.0 અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન”


મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી (પીએમ સ્વનિધિ 2.0) યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં શહેરના સ્ટ્રીટ વેન્ડર્સ, નાની દુકાન ચલાવતા વેપારીઓ અને રોજગાર સાથે જોડાયેલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી.

મેળામાં યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું કે કેવી રીતે નાના વેપારીઓ ઓછી વ્યાજદરે સહાયરૂપ લોન મેળવી શકે અને પોતાનો વ્યવસાય વધારી શકે. સાથે જ, વેન્ડર્સને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના ફાયદા, સબસિડી તથા સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહક લાભોની વિગતવાર જાણકારી આપવામાં આવી.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે પીએમ સ્વનિધિ 2.0 નો મુખ્ય હેતુ નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવી શહેરના આર્થિક પ્રવાહને ગતિ આપવાનો છે. મેળામાં બેંક પ્રતિનિધિઓએ સ્થળ પર જ લોન અરજી સ્વીકારી, જેથી લાભાર્થીઓને સીધો લાભ મળી શકે.

આ લોક કલ્યાણ મેળો સ્ટ્રીટ વેન્ડર્સ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ યોજનાથી નાના વેપારીઓને આર્થિક સહારો મળે છે અને તેઓ આત્મનિર્ભર બની સમાજ અને શહેરના વિકાસમાં યોગદાન આપી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande