પોરબંદર જિલ્લામાં દશેરા-દિવાળી માટે મીઠાઈ-ફરસાણના ભાવમાં ઘટાડો.
પોરબંદર30 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના નાગરિકોને દશેરા તથા આગામી દિવાળીના તહેવારના સમયમાં લોકો આરોગ્યપ્રદ તેમજ સારી ગુણવતા વાળી મીઠાઈ તથા ફરસાણ વાજબી ભાવે ખરીદી શકે તે માટે દશેરા તથા દિવાળીના તહેવારોના સમયગાળા માટે જિલ્લા પુરવઠા અધિકારી, પોરબંદ
પોરબંદર જિલ્લામાં દશેરા-દિવાળી માટે મીઠાઈ-ફરસાણના ભાવમાં ઘટાડો.


પોરબંદર30 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના નાગરિકોને દશેરા તથા આગામી દિવાળીના તહેવારના સમયમાં લોકો આરોગ્યપ્રદ તેમજ સારી ગુણવતા વાળી મીઠાઈ તથા ફરસાણ વાજબી ભાવે ખરીદી શકે તે માટે દશેરા તથા દિવાળીના તહેવારોના સમયગાળા માટે જિલ્લા પુરવઠા અધિકારી, પોરબંદરની અધ્યક્ષતામાં પોરબંદર જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં મીઠાઈ-ફરસાણના વેપારીઓનાં પ્રતિનિધિઓ સાથે બેઠક મળી હતી.

આ બેઠકમાં દશેરા તથા આગામી દિવાળી તહેવાર દરમ્યાન ફરસાણ અને મીઠાઈના નવા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જે પ્રમાણે ફરસાણમાં એક કિલો ચવાણુંના 240/- થી ઘટાડીને 200/- રૂપિયા, બુંદીના 180/- થી ઘટાડીને 160- રૂપિયા, બુંદીના લાડુના 240/- થી ઘટાડીને 200/- રૂપિયા, સાટાના 200/- થી ઘટાડીને 180/- રૂપિયા, અને મોહનથાળના 240/- થી ઘટાડીને 180/- રૂપિયા રહેશે એમ જિલ્લા પુરવઠા અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande