SDCAની મોટી બેદરકારી : અંડર–19 ટીમમાં 25 વર્ષના ખેલાડીઓ મોકલાતા વિવાદ
સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (SDCA)ની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. ગુજરાત અંડર–19 ટીમ માટે સુરત તરફથી મોકલાયેલા બે ખેલાડીઓની વય હકીકતમાં 25 વર્ષની હોવાનું ખુલતાં ભારે વિવાદ સર્જાયો છે. માહિતી મુજબ, સુરતના
SDCAની મોટી બેદરકારી


સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (SDCA)ની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. ગુજરાત અંડર–19 ટીમ માટે સુરત તરફથી મોકલાયેલા બે ખેલાડીઓની વય હકીકતમાં 25 વર્ષની હોવાનું ખુલતાં ભારે વિવાદ સર્જાયો છે.

માહિતી મુજબ, સુરતના અંકિત યાદવ અને સોહેલ ખાનને SDCA દ્વારા અંડર–19 માટે પસંદ કરી મોકલવામાં આવ્યા હતા. ખેલાડીઓએ રજૂ કરેલા દસ્તાવેજોમાં ખોટી ઉંમર દર્શાવવામાં આવી હતી અને આધાર કાર્ડમાં પણ ગેરરીતિ જોવા મળી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશને જ્યારે પુરાવાની સઘન તપાસ કરી ત્યારે બંનેની સાચી ઉંમર સામે આવી હતી.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશને તરત જ કાર્યવાહી કરતા બંને ખેલાડીઓને બે વર્ષ માટે પ્રતિબંધિત કર્યા હતા. આ ઘટના સામે આવતા SDCAએ પણ તાત્કાલિક બેઠક બોલાવી અને વધુ કડક પગલા લેતા બંને ખેલાડીઓને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે ખેલાડીઓએ જે દસ્તાવેજ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં રજૂ કર્યા તે જ દસ્તાવેજો SDCA પાસે પણ હતા, છતાં ગેરરીતિ પકડી શકાઈ કેમ નહીં? યોગ્ય તપાસ કર્યા વગર ખેલાડીઓના નામ મોકલવામાં આવવાથી એસોસિયેશનની જવાબદારી અને કાર્યક્ષમતા અંગે ચર્ચા શરૂ થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande