વડનગર તાલુકાના સૂંઢિયા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) વડનગર તાલુકાના સૂંઢિયા ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન–૨૦૨૫ના ભાગરૂપે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે કાર્યરત સફાઈ મિત્રોના આરોગ્ય, સુરક્ષા અને સન્માનને સુનિશ્ચિત કરવાનો
વડનગર તાલુકાના સૂંઢિયા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન


વડનગર તાલુકાના સૂંઢિયા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન


મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) વડનગર તાલુકાના સૂંઢિયા ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન–૨૦૨૫ના ભાગરૂપે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે કાર્યરત સફાઈ મિત્રોના આરોગ્ય, સુરક્ષા અને સન્માનને સુનિશ્ચિત કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા સફાઈ મિત્રોનું આરોગ્ય ચકાસણું કરવામાં આવ્યું તેમજ તેમને જરૂરી દવાઓ અને આરોગ્ય સલાહ આપવામાં આવી. સાથે જ સફાઈ કાર્ય દરમિયાન અપનાવવાની સલામતી પગલાં અંગે તાલીમ આપવામાં આવી, જેમ કે ગ્લોવ્સ, માસ્ક, બૂટ અને અન્ય સુરક્ષા સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું.

શિબિર દરમિયાન ગામના સરપંચ તથા તાલુકા પંચાયત અધિકારીઓએ સફાઈ મિત્રોની સેવા ભાવનાને અભિનંદન પાઠવ્યા અને તેમને “ગામના આરોગ્ય રક્ષક” તરીકે સંબોધ્યા. સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા ગ્રામજનોને સહભાગી થવા અપીલ કરવામાં આવી.

આ કાર્યક્રમ દ્વારા માત્ર આરોગ્ય જાગૃતિ જ નહીં પરંતુ સફાઈ મિત્રોના માન–સન્માન સાથે તેમની સુરક્ષા પ્રત્યેની જવાબદારી પણ ઉજાગર થઈ. સૂંઢિયા ગામે યોજાયેલી આ શિબિર સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામના સંકલ્પને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande