રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પોરબંદરમાં વિજયાદશમીની ઉજવણી કરાશે.
પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) ‘વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ’ના હેતુ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી રાષ્ટ્રસેવામાં કાર્યરત છે. આવતા વિજયાદશમી ઉત્સવથી શતાબ્દી વર્ષમાં સંઘ નવી ક્ષિતિજ તરફ પ્રયાણ કરી રહ્યો છે. આ અવસરે આપણા પોરબં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પોરબંદરમાં વિજયાદશમીની ઉજવણી કરાશે.


પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) ‘વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ’ના હેતુ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી રાષ્ટ્રસેવામાં કાર્યરત છે. આવતા વિજયાદશમી ઉત્સવથી શતાબ્દી વર્ષમાં સંઘ નવી ક્ષિતિજ તરફ પ્રયાણ કરી રહ્યો છે. આ અવસરે આપણા પોરબંદર નગરનો ભવ્ય વિજયાદશમી ઉત્સવ નિર્ધારિત છે. આ કાર્યક્રમમાં નવી ઉર્જા સાથે જોડાવા અને રાષ્ટ્રયજ્ઞના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિશ્વકર્મા એન્જીનીયરીંગના ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જર, ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના મુખ્ય વકતા સૌરાષ્ટ્ર પ્રાંત ઘોષના પ્રમુખ હિરેનભાઇ ચીકાણી, ભવદીય પોરબંદર નગર સંઘસંચાલક ધનજી ગોહેલ ઉપસ્થિત રહેશે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોરબંદર નગર વિજયાદસમી ઉત્સવ તા. 5-10-2025, રવિવારે સાંજે 6 વાગ્યે પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ, પોલીસ હેડકવાર્ટર નવા ફૂવારા પાસે યોજાશે. ઉત્સવ ગણવેશમાં રહેશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ દ્વારા શસ્ત્રપૂજન, ધ્વજારોહણ, શારીરિક-પ્રાત્યક્ષિક, સાંધિક ગીત, પરિચય, અમૃતવચન, વ્યક્તિગત ગીત, અતિથિ વિશેષ દ્વારા ઉદ્બોધન, ધ્વજાવતરણ,નિમંત્રિતો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવશે.

સંચલનનો પ્રારંભ બપોરે 4 કલાકે થશે જેનો પ્રારંભ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડથી નવો કૂવારો, કૈલાશ ગેરેજ, ઝુરીબાગ શેરી નં.5, પાણીનો ટાંકો, બિરલા રોડ કામદાર કલ્યાણ કેન્દ્ર ગલી, હાઉસીંગ બોર્ડ, ગરબીચોક, પ્રાગજીબાપા આશ્રમ રોડ, નવો ફુવારો થઈઇ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે.પથસંચલન તથા ઉત્સવ ગણવેશમાં રહેશે. સમય કરતા દશ મિનિટ પહેલા સ્થળ પર પહોંચવું, બહેનો માટે બેસવાની વ્યવસ્થા અલગ રાખેલ છે.તેમ પોરબંદર જિલ્લાના આર.એસ.એસ.ના પ્રચાર પ્રમુખ તેજસ થાનકીએ જણાવ્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande