પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર શહેર ગુજરાતનો દરિયો તોફાની બન્યો હોવાથી ફિશિંગ ના ટોકન આપવાનું બંધ થયું છે અને સાગર પુત્રોને નજીકના બંદર પર પહોંચી જવા જણાવ્યું છે. પોરબંદરના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા પરિપત્ર મોકલીને જણાવાયું છે કેપોરબંદર જિલ્લાની તમામ હોડી તથા બોટ ધારક માછીમારોને જાણ કરવામાં આવે છે કે હવામાન ખાતાની માહિતી મુજબ 01/10/2025 સુધી દરિયો તોફાની તથા ભારે પવન ફૂંકાવાની સંભાવના હોઈ 01.10.2025સુધી ફીશીંગ બોટોએ માછીમારી માટે ટોકન આપવાનું બંધ કરેલ હોઈ, તમામ માછીમારોને આથી દરીયો ન ખેડવા સુચના આપવામાં આવે છે. તથા માછીમારી માટે ગયેલ તમામ બોટો,હોડીઓને તાત્કાલીક અસરથી નજીકના બંદર પર પરત ફરવા આથી સુચના આપવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya