ઊંઝાના ઝાપડા મહારાજ મંદિરે, નવરાત્રીમાં ભક્તિ અને ઉત્સાહની લહેર ઊભી કરી
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના ઊંઝા-કામલી રોડ પર આવેલા લગભગ બે દાયકાનું શ્રી ઝાપડા મહારાજ મંદિર આ નવરાત્રિ દરમિયાન ભક્તિ અને ઉત્સાહના રંગમાં રંગાયું છે. દરરોજ સાંજે અહીં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આસપાસના ગામો અને વિસ
ઊંઝાના ઝાપડા મહારાજ મંદિરે નવરાત્રીમાં ભક્તિ અને ઉત્સાહની લહેર ઊભી કરી


ઊંઝાના ઝાપડા મહારાજ મંદિરે નવરાત્રીમાં ભક્તિ અને ઉત્સાહની લહેર ઊભી કરી


ઊંઝાના ઝાપડા મહારાજ મંદિરે નવરાત્રીમાં ભક્તિ અને ઉત્સાહની લહેર ઊભી કરી


મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના ઊંઝા-કામલી રોડ પર આવેલા લગભગ બે દાયકાનું શ્રી ઝાપડા મહારાજ મંદિર આ નવરાત્રિ દરમિયાન ભક્તિ અને ઉત્સાહના રંગમાં રંગાયું છે. દરરોજ સાંજે અહીં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આસપાસના ગામો અને વિસ્તારોના બધા જ વર્ગના લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ખાસ કરીને ગરીબ પરિવારો માટે આ એક અનોખો અવસર બની રહ્યો છે, જ્યાં તેઓ માતાજીની ભક્તિ કરીને આધ્યાત્મિક તૃપ્તિ અનુભવે છે. અંદાજે દરરોજ ૫૦૦ થી ૬૦૦ લોકો ગરબા જોવા અને રમવા માટે અહીં એકત્ર થાય છે.

નવરાત્રિના પાવન પર્વ દરમિયાન, ગરબાના આયોજન સાથે ઇનામ વિતરણ અને નાસ્તાનું પણ આયોજન થાય છે, જે ભક્તોમાં વધુ ઉત્સાહ જગાવે છે. આ પ્રવૃત્તિઓથી લોકો માત્ર માતાજીની આરાધનામાં જ જોડાતા નથી, પરંતુ સામુદાયિક એકતા અને ભાવિ સંસ્કૃતિના અનુભવનો પણ ભાગ બનતા હોય છે.

વિશિષ્ટ મહાનુભાવો પણ દરરોજ મંદિરની મુલાકાત લઈ આશીર્વાદ મેળવે છે અને આ ભવ્ય આયોજનની પ્રશંસા કરે છે. ઝાપડા મહારાજ મંદિર આજના સમયમાં માત્ર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ ભક્તિ, સમરસતા અને સમાજમાં એકતા પ્રદર્શિત કરતું કેન્દ્ર બની ગયું છે, જ્યાં સૌ મળીને માતાજીની આરાધના કરી ઉત્સાહભરી નવરાત્રીનો આનંદ માણી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande