મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગર સેશન્સ કોર્ટે વડનગર તાલુકાના સિપોર ગામમાં બનેલા હુમલા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી ત્રણ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારી છે.
મામલા મુજબ, સિપોર ગામમાં વ્યક્તિગત વિવાદને પગલે હુમલાની ઘટના બની હતી. જેમાં પીડિતને ગંભીર ઈજાઓ પહોંચતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધ્યો હતો અને પૂરતા પુરાવા એકત્રિત કર્યા બાદ મામલો કોર્ટમાં રજૂ કર્યો હતો.વિસનગર સેશન્સ કોર્ટે કેસની સુનાવણી દરમિયાન સાક્ષી-પુરાવા આધારે આરોપીઓ દોષિત હોવાનું માન્ય ઠેરવ્યું. ત્યારબાદ કોર્ટએ તેમને ત્રણ વર્ષની સખત કેદ અને આર્થિક દંડની સજા સંભળાવી હતી. દંડની રકમ ન ભરે તો વધારાની સજા ભોગવવાની જોગવાઈ પણ કોર્ટ દ્વારા કરવામાં આવી છે.
આ ચુકાદાથી પીડિત પરિવારમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે ગામસ્તરે પણ કાનૂની પ્રક્રિયા દ્વારા ન્યાય મળ્યો હોવાના ચર્ચા ચાલી રહ્યા છે. કોર્ટના આ નિર્ણયને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂન અને વ્યવસ્થાને લગતા વિશ્વાસને વધુ બળ મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR